શોપિયાનાં પૂર્વ સરપંચની હત્યા બાદ ઘરને કરાઇ આગચંપી

જમ્મુ-કશ્મીરનાં શોપિયામાં સોમવારની સાંજનાં રોજ આતંકવાદીઓએ જે PDP કાર્યકર્તા અને પૂર્વ સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી હતી તેમના ઘરને પણ ગામવાળાઓએ મંગળવારનાં રોજ આગ લગાવી દીધી હતી. આરોપ છે કે આવું આતંકવાદીઓનાં કહેવા પર કરવામાં આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સુરક્ષાબળ પૂર્વ સરપંચનાં ઘરે પહોંચી અને લોકોને બહાર નીકાળવામાં આવ્યાં.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર મંગળવારનાં રોજ સવારે અજ્ઞાત લોકોએ પૂર્વ સરપંચનાં ઘરે આગ ચાંપી હતી. તમને જણાવી દઇએ કે સોમવારે જ પરિવારજનો સાથેની અથડામણમાં એક આતંકી શૌકત ફલાહીને મારવામાં આવ્યો. અને મંગળવારે જ એને ટ્રાન્ઝ વિસ્તારનાં સ્મશાનમાં દફનાવવામાં આવ્યો.

જેથી આ મામલે જમ્મુ-કશ્મીરનાં શોપિયામાં સોમવારની સાંજે આતંકવાદીઓએ PDP કાર્યકર્તા અને પૂર્વ સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. માહિતી અનુસાર શોપિયાનાં ઇમામ સાહિબ વિસ્તારમાં ત્રણ હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ 50 વર્ષનાં પૂર્વ સરપંચ મોહમ્મદ રમઝાન શેખની હુઓમહુનામાં આવેલ ઘરની નજીક જ સાંજે લગભગ 8:05 કલાકે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

એવામાં જ તેમનાં ઘરનાં લોકોએ પણ આતંકવાદીઓ સાથે બાથ ભીડી દીધી હતી. અને આ ઝપાઝપી દરમ્યાન એક આતંકવાદીની ગનમાંથી ગોળી છૂટી ગઇ હતી અને એવામાં જ શૌકત ફલાહી નામનો આતંકવાદી પણ ઠાર થઇ ગયો હતો. હવે આ મામલે આર્મી, પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને CRPFએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની તપાસ પણ હવે શરૂ કરી દીધી છે.

You might also like