મહેબૂબા મુફ્તીની પોલીસકર્મીઓને અપીલ, કહ્યું કે,”આતંકીઓનાં પરિવારો પર હુમલો કરવામાં ન આવે”

જમ્મુ-કશ્મીરઃ છેલ્લાં કેટલાય સમયથી ભારતીય સેના દ્વારા આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સેના આતંકીઓને એક પછી એક ઠાર કરી રહી છે. ત્યારે કશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પોલીસકર્મીઓને એવી અપીલ કરી કે આતંકીઓનાં પરિવારજનો પર હુમલો કરવામાં ન આવે. મહેબુબાએ એવી અપીલ ત્યારે કરી કે જ્યારે સુરક્ષાદળો દ્વારા દક્ષિણ એશિયાનાં કેટલાક વિસ્તારોમાં આતંકીઓનાં ઘરોમાં તોડફોડ કરવાનાં સમાચારો આવ્યા.

મહેબૂબા મુફ્તીએ આ મહત્વપૂર્ણ નિવેદન ગાંદરબલ જિલ્લામાં પોલીસ ટ્રેનિંગની પરેડ દરમિયાન આપ્યું. આ સાથે મહેબૂબાએ એ પણ જણાવ્યું કે પોલીસકર્મીઓને પોતાની જવાબદારી સંભાળતા અનેક મુશ્કેલીઓ આવે છે. છતાંયે તેમણે હંમેશાં અનુશાસન અને ત્યાગનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. સાથે એમ પણ કહ્યું કે આતંકી રસ્તો અપનાવી રહેલા કશ્મીરી યુવાનોને પોલીસકર્મીઓ સલાહ આપે કે તેઓએ સરેન્ડર કરવું જોઈએ.

You might also like