BJP પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર, જુઓ Video

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.  જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ અને તેના નેતાઓની કારમી હાર થઇ છે અને 2019માં પણ કોંગ્રેસ લોકસભામાં હારશે. તો બીજી તરફ ભાજપના નવનિયુક્ત ધારાસભ્યોની ટૂંકસમયમાં જ બેઠક મળશે.

બેઠક બાદ મંત્રીમંડળ અંગે નિર્ણય લેવાશે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કોંગ્રેસ જનતાને ફસાવાના જ પ્રયત્નો કર્યાં છે એમ ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું. મુખ્યપ્રધાન અંગે પ્રદેશ પ્રમુખે  કહ્યું કે ભાજપે વિજય રૂપાણીના નામે ચૂંટણી લડી છે. 2019માં પણ દેશમાં ભાજપને બહુમતિ મળશે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી જીતીશું.

કોંગ્રેસે આઉટસોર્સિંગ કર્યું છે તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું. જનતાએ ભાજપને મેન્ડેટ આપ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપને છઠ્ઠી વાર જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. કોંગ્રેસ જીતી શકી નથી અને જ્યાં સત્તામાં છે ત્યા પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકતી નથી.

You might also like