પાલડીમાંથી બુકી જીતુ થરાદની ધરપકડ કરી : સટ્ટાના સાધનો કબ્જે

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી બુકી અને સટ્ટાખોરીનો વેપાર વધી રહ્યો છે. જેને રોકવામાં આજે પોલીસને હાથે એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા જીતુ થરાદની ઘરપકડ કરવામાં આવી છે.

જીતુ થરાદ ગુજરાતના મોટા બુકીઓમાં સ્થાન ધરાવે છે. લાંબા સમયથી પોલીસ તેની શોધમાં હતી. જે બાદ આજે અમદાવાદના પાલડી પાસે સ્વપ્નેય કોમ્પલેક્સમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી ધરપકડ કરી હતી. સાથે જ તેના અન્ય 18 સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી સટ્ટો રમાવાના સાધનો કબ્જે કર્યા છે.

You might also like