જીતુ રાયે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

બેંગકોક: ફરી પોતાની ફિટનેસ હાંસલ કરી ભારતીય શૂટર જીતુ રાયે ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન પેન્ગ વીઈ સહિતનાઓનો સામનો કરી અહીં ISSF વર્લ્ડ કપમાં ૫૦ મીટરની પિસ્તોલ હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી હાથની ઈજાની સારવાર લઈ રહેલા જીતુ (૧૯૧.૩)એ પોતાના શ્રેષ્ઠ દેખાવના બળે ચીનના ભૂતપૂર્વ વર્લ્ડ અને ઓલિમ્પિક ચેમ્પિયન પેન્ગ (૧૮૬.૫)ને બીજા સ્થાને પાછળ રાખી દીધો હતો. ચીનના ઓલિમ્પિક કાંસ્યચંદ્રક વિજેતા વેન્ગ ઝહીવીએ આખરી રાઉન્ડમાં ૧૬૫.૮ના સ્કોર સાથે ત્રીજું સ્થાન લીધું હતું.

You might also like