જીતુ રાયે આઇએસએસએફ વિશ્વકપમાં રજત ચંદ્રક જીત્યો

બાકુ : ‘પિસ્ટલ કિંગ’ જીતૂ રાયે આઇએસએસએફ નિશાનેબાજી વિશ્વકપમાં ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાના જોનગોહ જિનને પરાજય આપી રજત (સિલ્વર) ચંદ્રક જીત્યો છે. આ જીત સાથે જીતૂ રાયે પોતાની શાનદાર રમત દાખવી રિયો ઓલિમ્પિકમાં પોતાના વિજયના સંકેત આપ્યા છે. જીતુ રાયે ફાઇનલમાં 199.5 પોઇન્ટ સાથે મેન્સની 10મી એયર પિસ્ટલ સ્પર્ધામાં રજત ચંદ્રક પદ જીત્યો છે. બ્રાઝિલના ફેલિપે 200 અંક સાથે ગોલ્ડ મેડલ જ્યારે ક્વોલિફિકેશનમાં ઉપર રહેનાર જોગોહએ એલિમેશન રાઉન્ડમાં 178.8 પોઇન્ટ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જીતુ રાયે 580 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાન સાથે ક્વોલિફાઇ કર્યું હતું. જ્યારે બ્રાઝિલના ખેલાડીએ સાતમા નંબર સાથે ક્વોલિફાઇ કર્યું હતું. જીતુ રાયનો આ છઠ્ઠો વિશ્વ કપ ચંદ્રક છે જ્યારે આ વર્ષનો બીજો છે. આ અગાઉ તેણે બેંગકોકમાં ચંદ્રક જીત્યો હતો. જીતુ રાયને આગામી રિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી ચંદ્રક જીતાનારા સંભવિત ખેલાડી તરીકે જોવામાં આવે છે. જીતુ કાલે 50મી પિસ્ટલ સ્પર્ધામાં 10માં સ્થાને રહ્યો હતો. આજે ફાઇનલ બાદ તેણે જણ્વાયું હતું કે આ ચંદ્રક સાથે હું ઘણો ખુશ છું, અને ઓલિમ્પિક પહેલા મળેલા ચંદ્રકના કારણે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

You might also like