Jio Cinemaના નવા અપડેટ પછી માબાઇલ ડેટા વગર ડાઉનલોડ કરી શકશો ફિલ્મ

રિલાયન્સ જીયો પોતાના યુઝર્સમાં વધારો કરવા માટે સતત નવા નવા આકર્ષણો તેઓ સામે મૂકી રહ્યું છે. ફ્રી ઇન્ટરનેટ હોય કે કોલિંગ તમામ સેવાઓ જીયો પાછલા કેટલાક મહિનાથી સતત કંપની યુઝર્સને આકર્ષિત કરી શકે છે. ઇન્ટેરનેટ અને કોલિંગ સિવાય જિયો કન્ટેન્ટ સર્વિસમાં પણ આક્રામક માર્કેટિંગ કરી રહ્યું છે. ભલે જિયો મ્યુઝિક હોય કે જિયો સિનેમા હર ડિપાર્ટમેન્ટમાં કંપની પોતાના યુઝર્સને આકર્ષક ઓફર આપીને પોતાની તરફ ખેંચી રહી છે.

જિયો સિનેમા એપની એક નવી અપડેટ આવ્યું છે. આ અપડેટ પછી આ એપમાં એક સ્માર્ટ ડાઉનલોડ ફિચર જોડવામાં આવ્યું છે. આ ફિચર દ્વારા તમે ફિલ્મ ડાઉનલોડને શેડ્યુલ કરી શકો છો. આ સિવાય પણ બીજું ફિચર ઉમેરવામાં આવ્યું છે. હેપ્પી આવર્સ જેમાં સવારના 2થી 5 વાગ્યા સુધી અનલિમિટેડ ફિલ્મ ડાઉલોડ કરવામાં આવી શકે છે. એમાં ડેટાની કોઈ લિમિટ નથી.

હાલમાં જિયો ફ્રી 4જી ડેટા તો આપી જ રહ્યું છે, પરંતુ દરેક દિવસે 1જીબી ડેટા પણ મળે છે. આમ તો એક ફિલ્મ 900એમબીની હોય છે, તો એવામાં એક ફિલ્મમાં ડેટા પૂરો થઈ જાય છે. પરંતુ હવે સ્માર્ટ ડાઉનલોડથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. કેમ કે એના દ્વારા સવારના 2થી 5 સુધી ફિલ્મ ડાઉનલોડ શેડ્યુલ કરી શકે છે જેના દ્વારા અનલિમિટેડ ડેટા મળે છે.

You might also like