મુકેશ અંબાણીની જીયો યુઝર્સને નવા વર્ષની ગીફ્ટ : માર્ચ સુધી ફ્રી સેવા

મુકેશ અંબાણી દ્વારા જાહેરાત : 31 માર્ચ સુધી મળશે ફ્રી સેવા

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના કર્મચારીઓ અને શેરધારકોને સંબોધિત કરતા જિયો સબ્સ્ક્રાઇબર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, જીયો ફેસબુક, વ્હોટ્સએપ અને સ્કાઇપથી ઝડપી આગળ વધનારી ટેક કંપની બની ચુકી છે. અંબાણીએ કહ્યું કે અમારા ગ્રાહકો જિયો નેટવર્કના હાઇ ડેટા ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે તેઓ માર્ચ સુધી જીયોના નેટવર્ગને બમણુ કરવા અંગે વિચારી રહ્યા છે. તેમણે જિયો અંગે લોકોની પ્રતિક્રિયા અંગે પણ આભાર વ્યક્ત કર્યો હતો. જીયોવોઇસ સર્વિસને અન્ય ટેલિકોમ કંપનીઓ સાથે પ્રતિસ્પર્ધાના કારણે નુકસાન ઉઠાવવું પડી રહ્યું હતું.
900 કરોડ કોલ્સ ત્રણ સૌથી મોટા ટેલીકોમ ઓપરેટર્સે બ્લોક કરી દીધી હતી. આ કારણે કસ્ટમર્સ જિયોની સેવાનો ઉપયોગ નહોતા કરી શકતા. જો કે હવે તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોવાનું અંબાણીએ જણાવ્યું હતું.

You might also like