ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર!, હવે ઇચ્છા મુજબ કેમેરાનાં પાંચ એંગલથી JioTV એપ પર નિહાળી શકશો મેચ

ભારતમાં ક્રિકેટનાં દીવાનાઓ માટે એક ખુશખબરી આવી છે. JioTV એપ પર દેખાડવામાં આવી રહેલ નિદાહસ ટ્રોફી મેચને હવે આપ આપની મનપસંદ એંગલ મુજબ જોઇ શકશો. જિયોએ વધુ એક ક્રાંતિનો પાયો નાંખ્યો છે.0

JioTV પર ભારતની પ્રથમ ઇન્ટરએક્ટીવ સ્પોર્ટ્સ અનુભવનો પ્રારંભ કરાયો છે. JioTV એપ પર જિયો ક્રિકેટ ચેનલ પર હાલમાં ચાલી રહેલી નિદહાસ ટ્રોફીમાં હવે આ અનુભવ કરી શકાશે.

હાલમાં શ્રીલંકામાં ત્રણ દેશો વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણી નિદહાસ ટ્રોફીનું પ્રસારણ ભારતમાં માત્ર JioTV પર જ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દર્શકો આ ટ્રોફીનાં પ્રસારણ દરમ્યાન આ ઇન્ટરએક્ટિવ સ્પોર્ટ્સનો અનુભવ કરી શકે છે.

ભારતની લોકપ્રિય લાઇવ ટીવી એપ JioTV પર દેખાડવામાં આવી રહેલ આ ત્રિકોણીય મુકાબલા માટે JioTVએ એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. ક્રિકેટ ફેન્સનાં માટે આ પ્રથમ એવો ઇન્ટરએક્ટિવ સ્પોર્ટ્સનો અનુભવ હશે. બસ માત્ર આપનાં મોબાઇલ પર JioTV એપનું નવું વર્ઝન ડાઉનલોડ કરી લો અને ક્રિકેટનો ભરપૂર આનંદ ઊઠાવો.

ઇન્ટરએક્ટિવ સ્પોર્ટ્સનો અનુભવ દર્શકો નીચે મુજબ કરી શકે છેઃ
1. પાંચ જુદા-જુદા કેમેરા એંગલથી પોતાની પસંદગીનાં એંગલથી મેચ જોઇ શકે છે.
2. સ્ટમ્પ માઇક તથા સ્ટેડિયમનાં ઓડિયો સાંભળીને સ્ટેડિયમ જેવો અનુભવ મેળવી શકે છે.
3. પાંચ ભાષામાંથી પોતાની પસંદગીની ભાષામાં જેવી કે હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ અને કન્નડમાં કોમેન્ટરી સાંભળી શકે છે.
4. ઝહીરખાન, આશિષ નેહરા અને ગૌરવ કપૂર સહિતનાં અગ્રણી ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર્સને સાંભળી શકે છે.
5. જ્યારે ઇચ્છા થાય ત્યારે માત્ર એક ક્લિક પર જ સ્કોર જોઇ શકાય છે.
6. જો કોઇ બોલ કે સિક્સ ન જોઇ શકાઇ હોય તો આગળનું કન્ટેન્ટ પણ જોઇ શકાય છે.

જિયોએ એક વાર ફરીથી ટેકનોલોજીની શક્તિ તેનાં ગ્રાહકોનાં હાથમાં મૂકીને હવે તેઓએ વર્તમાન સ્થિતિને પડકારવા સક્ષમ બનાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દર્શકોને માત્ર પ્રસારણકર્તા દ્વારા નક્કી કરવામાં આવેલા વિડિયો, કોમેન્ટરી તથા સ્કોરબોર્ડ દર્શાવવામાં આવતાં રહ્યાં. પરંતુ હવે ડિજીટલ ઇન્ટરએક્ટિવિટીથી રમતને એન્જોય કરવામાં હવે પરિવર્તન આવશે.

જિયોનાં ડાયરેક્ટર શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું કે, “ભારતમાં રમત-ગમતને જે રીતે માણવામાં આવે છે તેમાં ઇન્ટરએક્ટિવિટીની ટેક્નોલોજીથી પરિવર્તન આવશે. જિયો તેનાં જિયો એપનાં માધ્યમ દ્વારા સૌથી પ્રિમિયમ કન્ટેન્ટને તેનાં ગ્રાહકો સુધી પહોંચાડશે.

તેઓએ વધુમાં જણાવ્યું કે અમે ટેકનોલોજીની મદદ દ્વારા વર્તમાન પરિસ્થિતિને પડકારી છે અને ઉપયોગકર્તાનાં અનુભવને પુનઃવ્યાખ્યાયિત કર્યો છે. જિયો સ્પોર્ટ્સ, એ.આર., વી.આર. ઇમેર્સીવ વ્યૂઈંગ અને બીજાં અનેક ક્ષેત્રોમાં આગામી દિવસોમાં ગ્રાહકોને શ્રેષ્ઠતમ અનુભવ પૂરા પાડવાનું જિયો ચાલુ રાખશે.”

જિયો ટીવીનાં ઉપયોગકર્તાઓએ આ મેચને એન્જોય કરવા માટે નવું તેમજ છેલ્લું વર્ઝન અપડેટ કરવું પડશે. નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ગ્લોબલ મોબાઇલ એવોર્ડ 2018 મેળવનાર Jio TVએ નિદહાસ ટ્રોફીનાં પ્રસારણ માટેનાં ડિજીટલ હક પણ મેળવી લીધાં છે.

ઉલ્લેખનીય છે કે ત્રિકોણીય ટી-20 સ્પર્ધા શ્રીલંકામાં 6 માર્ચથી 18માર્ચ દરમ્યાન ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ છે. આ સ્પર્ધાનું પ્રસારણ JioTV પર સાંજે 6:15 વાગ્યાથી શરૂ થાય છે.

You might also like