રિલાયંસ Jioની હવે ઘરમાં ઘુસવાની તૈયારી, દેશમાં આ 3 સેવા કરી શકે છે શરૂ

રિલાયન્સ Jio ટૂંક સમયમાં લોકોના ઘરમાં પ્રવેશવાની તૈયારીમાં છે. ટેલિકોમ સેક્ટરમાં મોટો સોદો કર્યા બાદ, કંપની ટૂંક સમયમાં સમગ્ર દેશમાં ગ્રાહકો માટે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, વૉઇસ કૉલ્સ અને DTH સુવિધા શરૂ કરશે, જેના માટે ગ્રાહકોને પ્રતિ માસ રૂ. 1000થી ઓછો ખર્ચ કરવો પડશે.

ઘરે ઉપલબ્ધ થહશે આ ઝડપ
Jio ઘરોમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ સાથે, ઈન્ટરનેટની ઝડપ 100 Mbpsથી શરૂ થશે. આ કનેક્શન દ્વારા તમે WhatsApp જેવી અન્ય એપ્લિકેશનના મારફતે કોલ્સ કરી શકશે, જેના માટે કોઈ ફી ચાર્જ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઘરના ગ્રાહકો Jio ટીવી જોવાનું આનંદ પણ લઈ શકે છે.

જુલાઈ 5 ના રોજ જાહેરાત
રિલાયન્સ Jio 5 જુલાઈના રોજ રિલાયન્સના એજીએમ અંગે જાહેરાત કરી શકે છે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રિલાયન્સ શરૂઆતમાં દેશના 200થી વધુ શહેરોમાં આ સેવા શરૂ કરશે. આ શહેરોમાં શહેરો 5 લાખ કરતા પણ ઓછી વસ્તીવાળા શહેરોનો સમાવેશ કર્યો છે.

હાલમાં ઘણા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલુ છે
Jio હાલમાં ઘણા શહેરોના પસંદ કરેલ વિસ્તારોમાં એક પાયલોટ સ્તરે પ્રોજેક્ટ ચલાવાની તૈયારી કરી રહ્યા છે. Jio ટેલિકોમની જેમ, આ સેવા ગ્રાહકોને ઉમેરવાનું ખૂબ જ સરળ છે. ઓપનિંગના 6 મહિના માટે મફતમાં સોવા રાખી શકે છે.

Jioના ગ્રાહકો માટે અગાઉથી ઉપલબ્ધ હોઈ શકે છે
સૌપ્રથમ, ગ્રાહકો જે રિલાયન્સ Jioનો ઉપયોગ કરી રહ્યાં છે તે આ યોજના સાથે જોડાશે અને ઘણા ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે. પહેલાથી ગ્રાહક હોવાને કારણે ઘણી પ્રકારની ઔપચારિકતાઓ નિભાવવી પડશે નહીં. તેમ છતાં આ સેવા ફક્ત પ્રિપેઇડ નહીં પણ પોસ્ટપેડ ગ્રાહકોને મળશે.

You might also like