હવે ગ્રાહકોને ડબ્બામાં ઉતારશે Jio, દિવાળીમાં જ સ્કીમોના ભાવ વધાર્યા, ડેટા ઘટાડ્યા

રિલાયન્સ તરફથી ધમાકેદાર સ્કીમો લાવવાના કારણે ભારતમાં ગ્રાહકો Jio વાપરતા થઈ ગયા હતા. જો કે આના કારણે જીઓ ખાડામાં જઈ રહ્યું હોવાથી હવે કંપનીએ પોતાની જૂની સ્કીમમાં ફેરફાર કર્યો છે.

જો કે Jio કંપની હવે ગ્રાહકોની દિવાળી બગાડવા જઈ રહ્યું છે. Jio દ્વારા 84 દિવસ માટે 399 રૂપિયામાં એક સ્કીમ આપવામાં આવી હતી. જો કે હવે રોડ હાઈસ્પીડ 4G ડેટાની સુવિધા આપનાર આ સ્કીમમાં ભાવ વધારી દેવામાં આવ્યો છે. આ સ્કીમ અત્યાર સુધી 399 રૂપિયામાં રિચાર્જ થતી હતી, પરંતુ હવે 459 રૂપિયામાં મળશે.

– કંપનીએ 509 રૂપિયાના પ્લાનમાં પણ સુવિધાઓ ઓછી કરી છે. આ સ્કીમમાં પ્રતિદિન 2GB હાઈસ્પીડ ડેટા મળતો હતો. આ સ્કીમની મર્યાદા કંપનીએ 56 દિવસોમાંથી ઓછી કરીને 49 દિવસની કરી દીધી છે.

– 999 રૂપિયાના પ્લાનમાં પણ હવે 90 GB ડેટીની જગ્યાએ 60 GB ડેટા આપવામાં આવશે, જેની મર્યાદા 60 દિવસની રહેશે.

જો કે Jio દ્વારા અન્ય બીજી સ્કીમોમાં દિવાળીની ગિફ્ટ પણ આપવામાં આવી છે. 149 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને હાલમાં 2GBની જગ્યાએ 4GB ડેટા આપવામાં આવશે.

You might also like