રિલાયન્સ Jioના ડેટા લિમિટમાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર, જાણો કયા કયા . . .

નવી દિલ્લી: રિલાયન્સ જીયોની ફ્રી ડેટા ઓફરની લિમિટ વધાર્યા પછી લોકોમાં ઘણી ખુશી છે, પરંતુ આ નિર્ણય પછી એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેની બહુ ઓછા લોકોને માહિતી છે.

દરરોજના 1 જીબી હાઇ સ્પીડ ડેટા
પહેલા રિલાયન્સ જિયો પર પ્રતિદિન 4 જીબીનો હાઇ સ્પીડ ડેટા વાપરવાની છૂટ હતી, પરંતુ આ લિમિટને ઘટાડીને 1 જીબી પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. પરંતુ તમે વિચારી રહ્યો છો કે આ નિર્ણય પછી તમારી ઇન્ટરનેટ સ્પીડ ઓછી થઈ જશે તો થોભો જરા.

વધુ સારી સ્પીડ માટે લેવાયો આ નિર્ણય
દરરોજના હાઈ સ્પીડ ડેટાની લિમિટને ઓછી કરવા માટે એક ખાસ હેતુ છે. હકીકતમાં ડેટાનો ઉપયોગ કરવાની લિમિટને ઓછી કરવાથી નેટવર્ક પર લોડ ઓછું થશે, જેનાથી 4જી ઇન્ટરનેટનો અનુભવ જીયો ગ્રાહકો માટે બહેતર હશે.
જિયો ઇન્ફોકોમના આ નિર્ણય પછી જીયો ગ્રાહક બહેતર સ્પીડનો લાભ લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે જિયોના આ નિર્ણય પછી કંપની પોતાના ગ્રાહકોને માર્ચ સુધી જોડી રાખવામાં સફળ થશે.

You might also like