જિઓ ફોનનું પ્રીબુ‌િકંગ શરૂઃ ૫૦૦ રૂપિયામાં થશે બુક

નવી દિલ્હી: ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓના ચર્ચિત જિઓ ફોનનું પ્રીબુ‌િકંગ અાજે સાંજથી શરૂ થશે. કંપની અા ફોન દ્વારા દેશના લગભગ ૫૦ કરોડ ફીચર ફોન ગ્રાહકોનું લક્ષ્ય સેવી રહી છે. કંપની દર અઠવાડિયે ૫૦ લાખ જિઓ ફોન વેચવાનું લક્ષ્ય લઈને ચાલે છે.

કંપનીનાં સૂત્રોનું કહેવું છે કે જિઓ ફોનનું પ્રીબુ‌િકંગ અાજે સાંજે ૫.૦૦ વાગ્યા બાદ શરૂ થશે. ફોનનું પ્રીબુ‌િકંગ ૫૦૦ રૂપિયામાં કંપનીની વેબસાઈટ, માય જિઓ અેપ અને રિલાયન્સ ડિજિટલ તેમજ અન્ય મ‌િલ્ટબ્રાન્ડ સ્ટોર્સ પર કરવામાં અાવશે.

કંપનીઅે અા ફોનની કિંમત સિક્યોરિટી ડિપોઝિટના રૂપમાં ૧૫૦૦ રૂપિયા રાખી છે. પ્રીબુ‌િકંગ વખતે ૫૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે, જ્યારે ૧૦૦૦ રૂપિયા ફોન મળે ત્યારે અાપવાના રહેશે. કંપનીનું કહેવું છે કે જો કોઈ ગ્રાહક ત્રણ વર્ષ બાદ જિઓ ફોન પરત કરે છે તો તેને ૧૫૦૦ રૂપિયા પાછા મળી જશે. અા રીતે જિઓ ફોનની કિંમત શૂન્ય રહેશે.

4G ટેકનોલોજીવાળો અા ફોન ભારતમાં, ભારતીયો માટે અને ભારતીયો દ્વારા બનાવવામાં અાવ્યો છે. રિલાયન્સ જિઓના ગ્રાહકો જિઓ ફોન દ્વારા ૧૫૩ રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશે. એની સાથે જ કંપનીઅે ૫૩ રૂપિયાનો સાપ્તાહિક પ્લાન અને ૨૩ રૂપિયામાં બે દિવસનો પ્લાન રજૂ કર્યો છે.

You might also like