અમિતાભ બચ્ચનના Vodafone સિમમાં ખરાબી, જીયોએ આપી ઓફર

નવી દિલ્લી: ટ્વીટર પર મોટી મોટી કંપનીઓથી સમાધાન કરાવવા માટે સેલિબ્રીટીઝ પાછા નથી પડતા. બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના વોડાફોન મોબાઇલ કનેક્શનમાં એક ખામી આવી ગઈ છે. તેમણે પોતાના ટ્વીટર હેન્ડલ પર વોડાફોનને ફરિયાદ કરતા ટ્વીટ કરી છે. કેટલીક જ વારમાં તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું, પરંતુ વોડાફોનની આ મુશ્કેલી પર રિલાયન્સ જિયોએ બચ્ચન સાહેબને પોતાનું સિમ આપવાની ઓફર આપી છે.

બીગ બીએ મંગળવારે સાંજે 7:16 વાગ્યે ટ્વીટ કરી, ‘વોડાફોન અમારી સામે એક મુશ્કેલી છે. તમામ મોકલેલા મેસેજીસ નિષ્ફળ ગયા, એસ.એમ.એસ મળતા રહે છે પરંતુ જતા નથી.’

અડધા કલાક પછી બચ્ચને કહ્યું કે વોડાફોનની સમસ્યા હલ થઈ ગઈ. આભાર, હવે તમામ એસએમએસ જઈ રહ્યા છે. આ મામલે વોડાફોન તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી. પછી જિયોએ બીગ બીના ટ્વીટર પર ટ્વીટ કરીને જીયો સિમની ઓફર આપી. પોતાના ટ્વીટમાં જિયોએ કહ્યું કે તમને જીયોનું સમિ આપવામાં અમને ખુશી થશે અને એ તરત જ એક્ટિવેટ થઈ જશે.

You might also like