જિઓ દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

કોલકાતા: રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ રેવન્યૂ માર્કેટ શેર (આરએમએસ)ની દૃષ્ટિએ હવે દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઇ છે. રિલાયન્સ જિઓએ હવે વોડાફોન ઇન્ડિયાનું સ્થાન લઇ લીધું છે તેની સાથે જિઓએ માર્કેટ લીડર ભારતી એરટેલ સાથેનો ગેપ પણ ઘટાડ્યો છે.

રૂરલ માર્કેટમાં સ્ટ્રોંગ પર્ફોર્મન્સ અને ઓછા ભાવ પર સર્વિસ ઓફર કરીને જિઓની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. ફોરજી સર્વિસ લોન્ચ કર્યા બાદ છેલ્લાં બે વર્ષમાં મૂકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓનો રેવન્યૂ માર્કેટ શેર જૂન-૨૦૧૮ના ક્વાર્ટરમાં ૨૨.૪ ટકા સુધી પહોંચી ગયો હતો. માર્ચ ક્વાર્ટરની તુલનાએ આ ક્વાર્ટરમાં કંપનીના રેવન્યૂ માર્કેટ શેરમાં ૨.૫૩ ટકાનો વધારો થયો છે.

આ જાણકારી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના ફાઇનાન્શિયલ ડેટા પરથી પ્રાપ્ત થઇ છે, જ્યારે વોડાફોનનો આરએમએસ જૂન ક્વાર્ટરમાં પાછલા ક્વાર્ટરની તુલનાએ ૧.૭૫ ટકાના ઘટાડા સાથે ૨૯.૩ ટકા થઇ ગયો હતો.

You might also like