જિયો યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હેપ્પી ન્યૂ યર ઓફર વધારવાના પ્રશ્નોને લઇને ટ્રાઇએ માંગ્યો જવાબ

જિયો માટે અત્યાર સુધી સારા સમાચાર આવી રહ્યા હતા. પરંતુ હવે આ સમાચાર થોડું ટેન્શન અપાવે એવા છે. ટ્રાઇને જાણો છો? જો નથી જાણતાં તો જાણી લો, કારણ કે હિન્દીમાં તેને ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ કહેવામાં આવે છે. કેટલું મુશ્કેલ છે નામ યાદ રાખવું. તો હવે ટ્રાઇ થી યાદ રાખજો. મળતી માહિતી અનુસાર ટ્રાઇએ રિલાયન્સ જિઓને પ્રશ્ન કર્યો છે કે જે એમને મફતમાં વોઇસ અને ડેટા પ્લાનને નવા વર્ષમાં પણ ચાલુ રાખવામાં આવશે, તો કેમ એને હાલના નોર્મ્સનું ઉલ્લંઘન માનવામાં આવે, કારણ કે પ્રમોશન ઓફરની લીમિટ 90 દિવસની હોય છે. જે પૂરી થનાર છે.

જિયોનો 90 દિવસનો વેલકમ પ્લાન 3 ડિસેમ્બરે પૂરો થતો હતો, પરંતુ એના બંધ થતાં પહેલા જ મુકેશ અંબાણીએ નવા કસ્ટમર્સ માટે હેપ્પી ન્યૂયર ઓફર સામે રાખી દીધી.

અત્યાર સુધી આ માટે કંપની તરફથી કોઇ જવાબ આવ્યો નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રાઇએ પોતાના લેટરમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે રિલાયન્સ જિયોના 18 ડિસેમ્બર સુધી 6.3 કરોડ કસ્ટમર થઇ ગયા હતાં અને જલ્દી કંપની બ્રોન્ડબેન્ડ ક્ષેત્રમાં એક જોરદાર ખેલાડી હશે. તો બીજા સૂત્રના હવાલા પરથી જાણવા મળ્યું કે ટ્રાઇ સાથે બેઠક થઇ, જેમાં જિયો કંપની તરફથી કહેવામાં આવ્યું કે હેપ્પી ન્યૂયર ઓફર જિયો વેલકમ ઓફરથી એકદમ અલગ છે.

વેલકમ ઓફરમાં દરરોજ 4જીબી ડેટા ફ્રી આપવામાં આવ્યો છે. જ્યારે હેપ્પી ન્યૂયરમાં આ 1 જીબી નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીનું એવું ફણ કહેવું હતું કે પહેલી ઓફર 4જીબી જો ખતમ થઇ જાય છે તો એને રિચાર્જ કરાવવાનો વિકલ્પ નથી, પરંતુ નવી ઓફરમાં ડેટા રિચાર્જ કરાવી શકાય છે.

You might also like