માત્ર 1 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે ફિલ્મ, Jioએ શરૂ કરી સેવા

રિલાયન્સ જીયો એક પછી એક નવી રીતો કાઢીને ટેલિફોન ગ્રાહકોને આકર્ષી રહી છે અને સેવા આપી રહી છે. આ વખતે રિલાયન્સ જીયોએ બ્રોડબેન્ડ સેવા શરૂ કરી છે, જેનાથી માત્ર 1 સેકન્ડમાં 1 જીબીનો વીડીયો ડાઉનલોડ થઈ શકે છે. એટલું જ નહિ, જો તમે મૂવી ડાઉનલોડ કરવા ચાહો તો કેટલીક મિનિટ અથવા સેકન્ડની જરૂરી નથી માત્ર એક સેકન્ડ પૂરતી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ જીયોએ ફાઇબર ટૂ ધ હોમ (એફ.ટી.ટી.એચ) સેવા શરૂ કરી દી છે, આ સેવા હમણા મુંબઈના કેટલાક વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.

એક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જીયો પોતાની બ્રોડબેન્ડ સેવાને મુંબઈના કેટલીક ઇમારતોમાં જીયો ફાયબર માટે કેબલ નાંખી રહી છે. નવેમ્બરમાં કંપનીએ કહ્યું હતું કે તેમનો ટાર્ગેટ જલદી જ બ્રોડબેન્ડ માર્કેટમાં એક નવો ધમાકો કરવાનો છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ 5 સપ્ટેમ્બરના રિલાયન્સ જીયોની 4જી સેવા લોન્ચ કરતા સમયે જણાવ્યું હતું કે રિલાયન્સ જીયો એફટીટીએચ નેટવર્કથી ગ્રાહકોને 1 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડ સુધીની ઇન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ કરાવી શકશે. આ સ્પીડનો અર્થ એ થાય કે ગ્રાહકો 1 જીબીના કોઈ વીડિયો આશરે 1 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકશે.

You might also like