જિયો સર્વિસમાંથી લોકોનો થઇ રહ્યો છે મોહભંગ : ગ્રાહકોમાં ઉકળાટ

નવી દિલ્હી : રિલાયન્સ જિઓ લોન્ચ થયાનાં થોડાક જ દિવસોમાં ગ્રાહકોનો મોહભંગ થવા લાગ્યો છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ મારફતે ગ્રાહકો ખરાબ સર્વિસ અને કંપનીના દાવાની પોલ ખોલી રહ્યા છે. ટ્વિટર પર અનેક લોકોએ લખ્યું છે કે સિમ લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહ્યા પછી પણ કનેક્શન નથી મળી રહ્યું. ઘણા લોકોનાં કનેક્શન 10 દિવસ પછી પણ એક્ટિવેટ થઇ શક્યા નથી. વોઇસ ઇન્ટરનેટ સ્પીડ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. વધારામાં જિયોનાં કસ્ટમર કેરમાંથી પણ કોઇ જવાબ મળ્યો નથી.

લોકોએ ટ્વિટર પર પોસ્ટ લખીને કહી રહ્યા છે કે ઇન્ટરનેટ સ્પીડ હવે એવી નથી મળી રહી જેવી કે પ્રીવ્યૂ કે સર્વિસ લોન્ચ થયા પછી મળતી હતી. યુઝર્સે સ્પીડ અંગે પોતાની ફરિયાદ ટ્વિટર મારફત રજુ કરી છે. યુઝર્સે ટ્વિટ કરીને કહ્યું છેકે નેટવર્કની પણ મુશ્કેલી સતત વધી રહી છે. કેટલાક ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે ડેટા સર્વિસિસ તો કામ કરી રહી છે પરંતુ વાયા કોલ કામ કરતું નથી.

જ્યારે કસ્ટમર કેરનો નંબર તો બિઝી જ આવે છે. તેથી ગ્રાહકો પોતાની ફરિયાદ રજુ કરી શકતા નથી. લોકોએ એ પણ જણાવ્યું કે રિલાયન્સનાં કર્મચારીઓ ખુબ ઢીલાશથી કામ કરી રહ્યા છે. તેઓ આટલા ગ્રાહકોને હેન્ડલ નથી કરી શકતા. ટ્વિટર યુઝર્સ પણ ફરિયાદ કરી રહ્યા છે કે સિમ લીધાનાં 10 દિવસ પછી પણ કનેક્શન એક્ટિવેટ થઇ રહ્યા. એટલે સિમ લેવાનો કોઇ ફાયદો નથી મળી રહ્યો.

રિલાયન્સ સ્ટોર મેનેજર્સ કહી રહ્યા છે કે મહેરબાની કરીને આગલા દિવસે સવારે 6 વાગ્યે આધાર કાર્ડ લઇને આવો અને લાઇનમાં જોડાઇ જાવ. સ્ટોર લગભગ 10 વાગ્યે ખુલશે. નંબર સ્લિપ પહેલા 100 લોકોને વહેંચવામાં આવશે, કેમ કે અમે દિવસમાં 100થી વધારે સિમ એક્ટિવ નથી કરી શકતા.

You might also like