31મી માર્ચ પહેલાં લઇલો Jioની આ ધમાકેદાર ઓફરનો લાભ

રિલાયન્સ જીઓ પ્રાઇમ મેમ્બરશિપ લેવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જોકે હવે જીઓ મની સ્પેશિયલ ઓફરમાં પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મળી શકે છે. જીઓ મનીએ પોતાની આ ઓફરને સોશ્યિલ મીડિયા પર પ્રમોટ કરી છે. પાંચ ફોટાની મદદથી આ ઓફર સમજાવી છે.

આ ઓફર પ્રમાણે યુઝર્સે દરેક જીઓ રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર મળશે. એટલે કે મેમ્બરશિપ પ્લાન અને 303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયા કેશબેક મળશે. જો કોઇ યૂઝર્સ JioMoney એપની મદદથી પ્રાઇમ મેમ્બરશિપ લે છે. તો તેને આ પૂરેપૂરી ફ્રી મળી શકે છે. જો કે આના માટે તેને પ્રાઇમ મેમ્બરશિપ માટે 99 રૂપિયાનું રિચાર્જ અને 303 રૂપિયાનું મન્થલી ટેરિફ રિચાર્જ કરાવવું પડશે.

http://sambhaavnews.com/

You might also like