“ભારતમાં અરાજકતાનો માહોલ”, મણિશંકર અય્યરનું વિવાદાસ્પદ નિવેદન

ન્યૂ દિલ્હીઃ વિવાદિત નિવેદન આપવા માટે સુપ્રસિદ્ધ એવાં કોંગ્રેસી નેતા મણિશંકર અય્યર ફરી એક વાર વિવાદિત નિવેદન આપીને તેઓ ચર્ચામાં આવ્યાં છે. મણિશંકર અય્યરે પાકિસ્તાનમાં ભારતની સ્થિતિ બરાબર નથી તેમ જણાવ્યું તેમજ મોહમ્મદ અલી જિન્નાની શાનમાં બૂમા પાડે છે. તેઓએ કહ્યું કે, દેશનાં ભાગલા માટે જિન્ના જવાબદાર નથી. તેઓએ કહ્યું કે ભારતમાં આ સમયે હાલત બરાબર નથી. કેમ કે બે રાષ્ટ્રનાં સિદ્ધાંતનું સમર્થન કરનારા સત્તામાં છે.

મણિશંકર અય્યર હાલમાં પાકિસ્તાનમાં છે. તેઓ લાહોરમાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં. કે જ્યાં તેઓએ નિવેદન આપતાં કહ્યું હતું કે,”મેં જિન્નાને કાયદે આઝમ કહ્યાં તો ભારતીય ટીવી એન્કર્સે કહ્યું કે એક ભારતીય પાકિસ્તાનમાં જઈને આ પ્રકારે કેમ કહી શકે અને ત્યાં તેમ કેમ બોલી શકે? પરંતુ હું તમને કહી દઉં કે મેં એવા ઘણાં પાકિસ્તાનીઓને જોયાં છે કે જેઓ મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી કહે છે તો શું આ પ્રકારે બોલવાથી દેશદ્રોહી થઈ જવાય.”

અય્યરે વધુમાં બફાટ કરતાં જણાવ્યું કે, ભારતમાં સ્થિતિ યોગ્ય નથી. 1923માં વી.ડી સાવરકર નામનાં વ્યક્તિએ હિંદુત્વ શબ્દની રચના કરી હતી. આ શબ્દ કોઈ ધાર્મિક ગ્રંથમાં નથી. તેમણે જણાવ્યું કે બે રાષ્ટ્રનાં સિદ્ધાંતનાં પ્રથમ સમર્થક તેઓ હતાં અને તેઓ આ લોકોનાં વિચારાત્મક ગુરૂ છે કે જેઓ હાલ વર્તમાનમાં સત્તામાં છે.

ગત ચૂંટણીમાં દેશની 70 ટકા જનતાએ મોદીનાં વિરોધમાં મતદાન કર્યું હતું પરંતુ તેઓ સફળ ન થયાં કારણ કે તેઓ અંદરોઅંદર વહેંચાયેલાં હતાં. અય્યરે કહ્યું કે આશા છે કે આ 70 ટકા જનતા એક સાથે આવશે અને દેશમાં ફેલાયેલી અરાજકતાભર્યા માહોલથી પ્રજાને મુક્તિ અપાવશે.

પાકિસ્તાનમાં મણિશંકર અય્યરે કર્યા જિન્નાનાં વખાણઃ
ગુજરાતની ચૂંટણી દરમ્યાન અમે જોયું છે કે ભાજપને હરાવવા માટે જે મુજબ કોંગ્રેસનાં મુખ્ય નેતાઓએ પાકિસ્તાની અધિકારીઓ સાથે ડિનર મીટિંગ કરી હતી અને હવે ટીપુ સુલ્તાન અને જિન્નાને લઈને એકબીજાનો પ્રેમ સામે આવ્યો. મણિશંકર અંય્યરની વિશેષ વાત કરીએ તો તેઓ એ જ વ્યક્તિ છે કે જેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મોદીને નીચ કહ્યાં હતાં અને ત્યાર બાદ કોંગ્રેસે તેઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં.

You might also like