જીની ઢોંસા

સામગ્રી: ૫૦૦ ગ્રામ ઢોંસાનું ખીરું, ૨-૧/૨ વાટકી બટાટાનો મસાલો, બે વાટકી સલાડ (કાંદા,કેપ્સિકમ, ગાજર, કોબીજ,.બીટ), લાલ મરચું, પાઉંભાજી મસાલો, લાલ ચટણી, કોપરાની ચટણી,ચીઝ, બટર, સાંભાર પાઉડર, મીઠું , જીરું, તેલ, લીમડાનાં પાન, તેલ, મીઠું.

રીત: સલાડ માટેનાં શાક બારીક સમારી લો. લાલ ચટણીની બધી સામગ્રી ભેગી કરીને મિક્સરમાં પીસી લો. જરૂર મુજબ પાણી નાખવું (ચટણી બહુ પાતળી કરવી નહીં) ઢોંસાના તવા પર બટર ગ્રીઝ કરી ઢોંસો પાથરો.  તેની ઉપર લાલ ચટણી લગાવો. તેની પર બટાટાનો માવો મસાલા ઢોંસામાં ઉપયોગમાં લેવાય છે તે રીતે લગાડી તેના પર સમારેલાં બધાં સલાડ મૂકો. મીઠું, મરચું, પાઉંભાજી મસાલો છાંટી બટર ઉમેરો.

પાઉંભાજીની ભાજી બનાવી ઉપર ચીઝ ભભરાવી તેના પર કોપરાની ચટણી લગાવી ફરતે બટર લગાવીને સાચવીને ઢોંસાનો રોલ કરો. તેના પીસ કરીને સાંભાર સાથે સર્વ કરો.

You might also like