મેરઠ અને મુઝફ્ફરનગરમાં ફિલ્મ ‘શોરગુલ’નું સ્ક્રી‌િનંગ અટકાવાયું

મેરઠ: યુપીના મેરઠ અને મુઝફ્ફરનગરના મ‌િલ્ટપ્લેક્સ માલિકોઅે રમખાણોની અાશંકાના કારણે ફિલ્મ ‘શોરગુલ’નું સ્ક્રી‌િનંગ કરવાનો ઇનકાર કરી દીધો છે. માત્ર અાગ્રા અને બરેલીમાં બે શો ચલાવાશે. અા ફિલ્મ લવસ્ટોરી પર અાધારિત છે, પરંતુ ત્રણ વર્ષ પહેલાં મુઝફ્ફરનગર રમખાણોના બેકગ્રાઉન્ડ પર બની છે. દેશભરમાં ગઈ કાલે રિલીઝ થયેલી અા ફિલ્મના અભિનેતા જિમી શેર‌િગલ વિરુદ્ધ ફતવો પણ જારી કરાયો હતો.

મેરઠના ડીએમ પંકજ યાદવે જણાવ્યું કે એડ‌િમ‌િનસ્ટ્રેશનનો અા માટે કોઈ રોલ નથી. સરકાર તરફથી પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના કોઈ અાદેશ નથી. ફિલ્મને ન ચલાવવી થિયેટર માલિકોનો નિર્ણય છે.

મુઝફ્ફરનગરના બ્રિજ સિનેમાના મેનેજર રાજીવ કુમારના જણાવ્યા મુજબ કેટલાંક વર્ષ પહેલાં ખાપના મુદ્દા પર બનેલી અેક ફિલ્મ અમે દર્શાવી હતી. ત્યારબાદ અમારા થિયેટરમાં તોડફોડ કરાઈ હતી. ‘શોરગુલ’ પણ વિવાદાસ્પદ ફિલ્મ છે, તેથી અમે કોઈ રિસ્ક લેવા ઇચ્છતા નથી. મુઝફ્ફરનગરના ડીએમ દિનેશકુમાર સિંહે જણાવ્યું કે મુઝફ્ફરનગરમાં ‘શોરગુલ’ પર પ્રતિબંધ નથી. થિયેટર માલિકોનો ખુદનો નિર્ણય છે. જો તેઅો ફિલ્મનું સ્ક્રી‌િનંગ કરવા ઇચ્છતા હોય તો અમે સિક્યોરિટી અાપવા તૈયાર છીઅે.

ફિલ્મના અભિનેતા જિમી શેરગિલ વિરુદ્ધ ફતવો જારી કરાયો છે, તેમાં એવા અાક્ષેપ કરાયા છે કે ફિલ્મમાં જિમીએ એવા ડાયલોગ બોલ્યા છે, જેના કારણે મુસ્લિમ કોમ્યુનિટીની ભાવનાઅોને ઠેસ પહોંચી શકે છે. અા કારણે રાજ્યમાં પણ તણાવ ફેલાય તેવી સ્થિતિ છે.

You might also like