આઇએસનાં ખુંખાર આતંકવાદીઓ મહિલાઓથી ડરે છે

સિર્તે : દુનિયાનાં સૌથી ખુંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામીટ સ્ટેટ (આઇએસ)નાં લડાકુઓને સૌથી વધારે ડર યુવતીઓની લાગે છે. જી હા આ આતંકવાદીઓનું માનવું છે કે જો તેમનું મોત કોઇ મહિલા સૈનિકનાં હાથે થઇ તો તેને જન્નત નહી મળે. આ જાણકારી કુર્શીદ સેનાની મહિલા ટુકડી પાસેથી મળી હતી. ઇરાક અને સીરિયા નજીક આવેલી સીમા પર આ મહિલા સૈનિકો ગોઠવી દેવાઇ છે. એક અંગ્રેજી ચેનલ સાથે ચર્ચા દરમિયાન આ ટુકડીની કમાન્ડર 21 વર્ષીય બેન બેડમેને કહ્યું કે આઇએસનાં આતંકવાદીઓનું માનવું છે કે તે ઇસ્લામનાં નામે લડી રહ્યા છે. જેનાં કારણે તેનાં મનમાં કોઇ જ ખોફ નથી. કારણ કે તેઓ ધર્મનાં માટે લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો ધર્મયુદ્ધ દરમિયાન મહિલાનાં હાથે મોત થાય તો તેઓને જન્નત નહી મળે તેવી તેમની માન્યતા છે.
બેડમેનની ટીમની ફાઇટર 20 વર્ષીય એફ્લીનને જ્યારે પુછવામાં આવ્યું કે શું થશે જો આઇએસ આતંકવાદી તેની ટુકડી પર હૂમલો કરશે તો ? આ અંગે એફલીન હસતા હસતા જણાવે છે કે તેમાંથી કોઇ પણ જીવતો નહી જાય. આ ટુકડી અલ હોલ વિસ્તારમાં ફરજ પર છે.
કુર્દીશ પિપલ્સ પ્રોટેક્શન યૂનિટ્સમાં 50 હજાર સૈનિકો છે, જેમાંથી 20 ટકા મહિલા સૈનિક છે. આ કુર્દ સેના સીરિયા અને ઇરાકમાં આઇએસની વિરુદ્ધ લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.

You might also like