VIDEO: એક્ઝિટ પોલ સાવ બકવાસ છે, ગુજરાતમાં ભાજપ હારી રહી છેઃ જીજ્ઞેશ મેવાણી

ગુજરાતઃ રાજયમાં ફરી મતદાનને લઇ અને એક્ઝિટ પોલ પર અપક્ષ ઉમેદવાર દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ વડગામમાં નિવેદન આપ્યું છે. એક્ઝિટ પોલ પર નિવેદન આપતા જીજ્ઞેશે કહ્યું કે,”એક્ઝિટ પોલ સાવ બકવાસ છે.

આ વખતે ભાજપની સરકાર નહીં આવે.” ફરી મતદાન પર પણ નિવેદન આપતા જણાવ્યું કે,”મતદાન એક વાર થાય કે બે વાર પણ અમારા માટે ફાયદો જ છે. ફરી મતદાનથી અમારી બેઠકો વધશે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરા વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં હતું.

તારીખ 9 ડિસેમ્બરનાં રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ ગયું જ્યારે બીજ તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાઇ ગયું. જેથી હવે તેને અનુલક્ષીને પરિણામ 18 ડિસેમ્બરનાં રોજ યોજાવા જઇ રહ્યું છે.

જેને લઇ દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ કોની જીત થશે તેને લઇ નિવેદન આપતા જણાવ્યું કે,”એક્ઝિટ પોલ બકવાસ છે અને આ વખતે ગુજરાતમાં ભાજપ હારી રહી છે.”

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિકે પણ એક્ઝિટ પોલને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે,”એક્ઝિટ પોલ સાચા હોતા નથી અને એક્ઝિટ પોલ ભાગ્યે જ સાચાં હોય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને ભાજપની હાર નિશ્ચિત છે.”

You might also like