રાહુલ ગાંધી અને જીજ્ઞેશ મેવાણી વચ્ચેની મુલાકાત, અમારી 90 ટકા માગોને કોંગ્રેસ ઘોષણાપત્રમાં કરશે સામેલ

રાહુલ ગાંધી 3 દિવસ માટે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે રાહુલ ગાંધીનો છેલ્લો દિવસ છે. ત્યારે હવે રાહુલ ગાંધી નવસારી ખાતે પહોચ્યા. તો બીજી તરફ જીગ્નેશ મેવાણી પણ નવસારી ખાતે પહોંચ્યા હતા. આ ઉપરાંત દલિતો આગેવાનો પણ નવસારી ખાતે પહોચ્યા. નવસારીના રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણી નવસારીના BR ફાર્મ હાઉસ ખાતે મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ બન્ને નેતાઓ જોડે બહાર નિકળ્યા હતા. આ મુલાકાત બાદ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે અમે કોઈ પણ પાર્ટી સાથે જોડાવવાના નથી, પરંતુ બીજેપી સરકારને હરાવવા માટે કંઈ પણ કરીશું. કોંગ્રેસ અમારી 90 ટકા માગોને ઘોષણાપત્રમાં સામેલ કરશે. અમારી એક પણ માંગને લઈને સરકારને વાત પણ ન કરી. પરંતુ એટલું જરૂર કે અમે ફરી વખત રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીશું.

You might also like