મેવાણીએ જીત બાદ હાર્દિક સાથે કરી મુલાકાત, 30 મિનિટ સુધી મુલાકાત ચાલી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી વિજયી થયેલા અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પોતાના ધારાસભ્ય તરીકેની શરૂઆત કરી દીધી છે. મેવાણીએ રોડ મામલે મંગળવારે આવેદનપત્ર પણ આપી દીધું હતું.

ત્યારબાદ મેવાણીએ પોતાના અમદાવાદના મેઘાણીનગર ખાતે આવેલા ઘરની મુલાકાત લીધી હતી, જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને લોકો દ્વારા જીગ્નેશ મેવાણીનું સ્વાગત કરવામા આવ્યું હતું.

લોકોએ જીગ્નેશ મેવાણીના વધામણા લીધા હતા અને ડીજે સાથે રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જીગ્નેશ મેવાણીએ આ પ્રસંગે વીટીવી સાથે ખાસ વાતચીત કરી જણાવ્યું હતું કે, ભાજપનો ઘમંડ તૂટી ગયો છે. મેવાણીએ લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનું વચન પણ આપ્યું હતું.

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ વચ્ચે મંગળવારે મુલાકાત થઈ હતી. હાર્દિકે મેવાણીની જીતની ખુશી વ્યક્ત કરી શુભેચ્છા આપી હતી. હાર્દિક અને મેવાણી વચ્ચે લગભગ અડધો કલાક મુલાકાત ચાલી હતી.

You might also like