મેવાણીએ વડગામથી લડવાનો દાવો કર્યો, કોંગ્રેસ મૂંઝાઈ, યાદી જાહેર થતાં જ થઈ તોડફોડ

ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે ગત રાત્રે પોતાની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં 76 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકીટ કાપવામાં આવી છે, તો ઘણા લોકો નારાજ અને નિરાશ જોવા મળી રહ્યા છે.

દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. તેઓ ગુજરાતના વડગામથી ચૂંટણી લડશે તેવી જાહેરાત તેમણે કરી દીધી છે. જો કે તેના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે.

કોંગ્રેસ તરફથી વડગામની સીટ પરથી મણિભાઈ વાઘેલા પહેલેથી જ મેદાનમાં છે અને તેઓ મજબૂત દાવેદાર પણ ગણાઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ ભાજપ
સિવાયના પક્ષોને પોતાના વિરુદ્ધ દાવેદાર ન લાવવા અપીલ કરી છે.

મેવાણીનું કહેવું છે કે, ‘આંદોલનકારી સાથીઓ અને યુવાવર્ગની ઈચ્છા છે કે હું ફાંસીવાદી ભાજપીઓનો રસ્તાની સાથે સાથે ચૂંટણીના મેદાનમાં પણ મુકાબલો કરું અને દલિત તેમજ પછાત લોકોનો અવાજ બનીને વિધાનસભા પહોંચું.’

You might also like