જીએસટી બિલ માટે સરકાર-વિપક્ષ હાથ મિલાવે

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. જીએસટી બિલ આ સત્રમાં પસાર થશે કે નહીં તેના ઉપર સમગ્ર ઉદ્યોગજગતની નજર મંડાયેલી છે ત્યારે ઉદ્યોગજગતનાં સંગઠન એસોચેમે જણાવ્યું છે કે જીએસટી બિલ છેલ્લા કેટલાક સમયથી અટવાયેલું છે. બિલ પસાર થાય તે માટે સરકાર અને વિરોધ પક્ષે સાથે આવવું જોઇએ.

એસોચેમના જણાવ્યા પ્રમાણે ફુગાવામાં ઝડપથી ઉછાળો તથા ઔદ્યોગિક વૃદ્ધિમાં નરમાઇ જેવાં જોખમો સામે વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે જીએસટી પાસ કરવું જરૂરી છે, જેથી નકારાત્મક પરિબળોથી બચી જઇ શકાશે.

એસોચેમે વધુમાં જણાવ્યું કે કાયદાકીય અમલવારી કરવી દૂરની વાત છે, કેમ કે સૌથી મોટી મુશ્કેલી રાજ્યસભા છે, જ્યાં સરકારની બહુમતી નથી અને તેના કારણે રાજકીય પક્ષો વચ્ચે સંમતિ બનાવવાની જરૂરિયાત છે, પરંતુ સારી વાત એ છે કે કોંગ્રેસે સરકારને સકારાત્મક સંકેતો આપ્યા છે.

You might also like