જિયા ખાન કેસ: અભિનેતા સૂરજ પંચોલીને મળી મોટી રાહત

મુંબઇ: બોમ્બે હાઇકોર્ટે જિયા ખાન સુસાઇડ કેસમાં બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલીને રાહત આપતાં તેમના વિરૂદ્ધ સુનાવણી પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે. જિયાની માતા રાબિયા ખાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો.

રાબિયાએ કોર્ટમાં સીબીઆઇના રિપોર્ટ વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સીબીઆઇએ જિયાના મોતને પોતાના રિપોર્ટમાં આત્મહત્યા ગણાવી છે, જ્યારે રાબિયા તેને હત્યા ગણે છે. ફિલ્મ અભિનેત્રી જિયા ખાને ત્રણ જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી.

જસ્ટિસ આરવી મોરે અને વીએલ અચીલિયાની ખંડપીઠે કેસની સુનાવણી પર રોક લગાવતાં સીબીઆઇને બે અઠવડિયાની અંદર અરજીનો જવાબ આપવા માટે કહ્યું છે. રાબિયાએ પોતાની અરજીમાં એસઆઇટી બનાવવા અને હાઇકોર્ટની નજર હેઠળ તપાસની માંગણી કરી છે.

તમને જણાવી દઇએ કે કેસમાં સીબીઆઇએ પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સૂરજ પંચોલીની સાથે પોતાના સંબંધ ખરાબ થવાના લીધે જિયાએ ત્રણ જૂન 2013ના રોજ આત્મહત્યા કરી દીધી હતી. ફોરેન્સિક વિશેષજ્ઞોનું માનવું છે કે મોતની પ્રકૃતિ ‘આત્મહત્યા’ જેવી છે.

You might also like