ઝારખંડમાં ખાણ ઘસી પડતાં 35 ડમ્પર સહિત 50 મજૂર દબાયા

ઝારખંડના ધનબાદ જિલ્લામાં પુટકી બલિહારી વિસ્તારમાં આવેલ ખાણની છત તુટી પડતા ચાર જેટલા મજૂરો ઘાયલ થયા છે જેમાં બે મજૂરોની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દૂર્ઘટનામાં 40 જેટલા મજૂરો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કોલ ઇન્ડીયાની સહાયક કંપની ભારત કોંકીગ કોલ લિમિટેડ હેઠળ ચાલતી ખાણની છતનો અમુક ભાગ તુટી પડ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર કામ કરી રહેલા મજૂર હાઇડ્રો ખાણમાં લિફટ દ્વારા કેબલ લઇ જઇ રહ્યા હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. આ ચારેય મજૂરો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like