‘આધાર નહીં તો રાશન નહીં’, આધાર કાર્ડે લીધો બાળકીનો ભોગ?

હવે દેશમાં આધાર કાર્ડ બધી જગ્યાએ લિંક કરાવવું જરૂરી થઈ ગયું છે. જો કે આ આધાર કાર્ડ લિંક ન કરવાના કારણે કોઈનો જીવ પણ જઈ શકે તે ખરેખર દયનીય છે. આધાર કાર્ડથી રેશનિંગ કાર્ડને લિંક ન કરવાની સજા એક પરિવારને પોતાની દીકરી ખોઇને આપવી પડી છે.

11 વર્ષની દિકરીએ ભોજન ન મળવાના કારણે તડપી તડપીને પોતાનો જીવ આપી દીધો હતો. જો કે આ દીકરીનું મોત 28 સપ્ટેમ્બરે ઝારખંડના સિમડેગા જીલ્લાના કરીમતી ગામમાં થયું હતું. ખાદ્ય સુરક્ષાને લઇને કામ કરતી સંસ્થાના સભ્યોએ આ ઘટનાની જાણકારી આપી છે. આ પુત્રીના ઘરમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાવાનું ન હોવાથી તેનું મોત થયું હતું.

આ ઘટનાની હકીકત એવી છે કે સંતોષી નામની બાળકીના ઘરનું રેશનિંગ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું ન હોવાથી તેને ફેબ્રુઆરીથી જ PDS સ્કીમનું સસ્તું રાશન મળતું ન હતું. જેના કારણે બાળકીની તબિયત 27 સપ્ટેમ્બરે લથડી હતી. બાળકીનું શરીર ભૂખના કારણે અકડી ગયું હતું, જેથી તેનું મોત થયું હતું.

બાળકીના પરિવારની સ્થિતિ એટલી બધી ગંભીર હતી કે, તે માત્ર શાળામાં મિડ ડે ભોજન લેતી હતી, પરંતુ દુર્ગા પૂજાની શાળામાં રજા આવી હોવાથી બાળકીને ભોજન મળ્યું ન હતું. જો કે બાળકીનો મોતના કારણે અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યા છે કે,

આ માસૂમ બાળકીની મોતનું જવાબદાર કોણ?
 શું આધાર કાર્ડે લીધો બાળકીનો ભોગ? શું સહાયના નામે ગરીબોને મળી રહ્યું છે મોત?
 શું આધાર કાર્ડ જીવન માટે એટલું જરૂરી બની ગયું છે કે મળે મોત?
 પરિવાર માટે આધાર કાર્ડ જરૂરી હતું કે રાશન?

You might also like