ઝારખંડ GST બિલ પસાર કરનાર ત્રીજું રાજ્ય, રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરવા વિચારણા

નવી દિલ્હી: જીએસટી નક્કી કરેલ સમય સીમા એપ્રિલ ૨૦૧૭થી લાગુ કરાવવા કેન્દ્ર સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ જીએસટી ડ્રાફ્ટ કાયદામાં ઉદ્યોગજગત દ્વારા સૂચવેલ ભલામણને અમલમાં મૂકવા સરકારે મન બનાવી લીધું છે. તો બીજી બાજુ અલગ અલગ સેક્ટરના નિષ્ણાતો સાથે સરકારે ચર્ચા-વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે.

ખાસ કરીને સરકાર જીએસટીનાં રિટર્ન ભરવાની પ્રક્રિયાને વધુ ને વધુ સરળ બને તેના ઉપર ભાર મૂકી રહી છે અને તેના માટે ડ્રાફ્ટમાં ફેરફાર કરી રહી છે. ખાસ કરીને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને વેપારીઓ સરળતાથી ઓનલાઇન રિટર્ન ભરી શકે તે માટેની એપ્લિકેશન ડેવલપ કરવા પર સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. ઇનપુટ ક્રેડિટના નિયમોમાં પણ સરળીકરણ કરવામાં આવશે. દરમિયાન આસામ, બિહાર બાદ ઝારખંડ ત્રીજું રાજ્ય બન્યું છે કે જેણે જીએસટી બિલને વિધાનસભામાં પસાર કર્યું છે.

You might also like