‘ઘડક’ ફિલ્મનું નવું ગીત ‘ઝિંગાટ’ થયું રિલિઝ, ઈશાન-જ્હાન્વીએ કર્યો દમદાર ડાન્સ

728_90

મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિમેક ‘ઘડક’નું નવું ગીત આજે રિલીઝ થયું છે. આ ગીતમાં જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરે દમદાર ડાન્સ કરી રહ્યા છે. આ ગીતમાં મરાઠી શબ્દ ‘ઝિંગાટ’ સિવાય તમને હિંદી અને રાજસ્થાની ભાષા પણ સાંભળવા મળશે. આ પહેલા ફિલ્મનું ટાઇટલ સોંગ ‘ઘડક’ રિલીઝ કરવામાં આવ્યું હતુ. ‘ઝિંગાટ’ સોંગ અજય-અતુલે ગાયું છે. આ સોંગનું ઓરિજિનલ વર્ઝન પણ આ જ જોડીએ ગાયું હતું.

‘સૈરાટ’નું ‘ઝિંગાટ’ મરાઠીમાં ભાષામાં હતું. પરંતુ હવે ‘ધડક’માં ફેન્સને આ સોંગ હિંદીમાં સાંભળવા મળશે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે. સોંગની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી છે. સોંગમાં જ્હાન્વીએ બ્લૂ રંગના ઘાઘરા-ચોલી પહેર્યા છે અને ઈશાને બ્લૂ કુર્તા સાથે એથનિક જેકેટ પહેર્યું છે. સોંગ જોઈને લાગે છે કે બંનેએ સોંગ માટે ખૂબ મહેનત કરી છે.

‘ધડક’ના ટ્રેલરમાં પણ ‘ઝિંગાટ’નો ઓડિયો અને ગીતની થોડી ઝલક જોવા મળી હતી. સોંગના રિલીઝ પહેલાં કરણ જોહરે ટ્વિટ કરીને લખ્યું હતું કે અજય-અતુલનું બ્લોકબસ્ટર ગીત ‘ઝિંગાટ’ હવે હિંદીમાં સાંભળો. ‘ઘડક’નું ટાઈટલ ટ્રેકમાં જ્હાન્વી-ઈશાનનો રોમેંટિક અંદાજ જોવા મળે છે. અત્યાર સુધી 33 મિલિયનથી વધારે લોકો આ સોંગ જોઈ ચૂક્યા છે.

ફિલ્મ ‘ધડક’ની વાર્તા રાજસ્થાની બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ટ્રેલરમાં જ્હાન્વી મારવાડી ભાષા બોલતી જોવા મળે છે. ટ્રેલરમાં દમદાર પરફોર્મંસથી જ્હાન્વી-ઈશાને લોકોના દિલ જીતી લીધા છે.

You might also like
728_90