જીએસટી લાગુ થયા બાદ જ્વેલરી મોંઘી થશે

અમદાવાદ: સોનાના ભાવ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ જીએસટી લાગુ થયા બાદ સોનાની જ્વેલરી મોંઘી થવાની ચિંતા જ્વેલર્સને છે. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં એક દરખાસ્ત જ્વેલર્સને મળતી રાહત બંધ થઇ જશે કે જે અંતર્ગત ટ્રાન્સફર ઓફ કસ્ટડીને ટેક્સના દાયરામાં લાવવાની દરખાસ્ત કરી છે એટલે કે જ્વેલરી બનાવવા માટે કારીગરને સોનું આપવામાં આવે છે તેને એક રીતે વેચાણ ગણી લેવામાં આવશે, જોકે વાસ્તવિક ટેક્સ માત્ર વેલ્યૂ એડિશન પર વસૂલવામાં આવશે, પરંતુ જ્વેલર્સ અને કારીગર બંનેને સોનાની ટ્રાન્સફર સાથે પૂરેપૂરો ટેક્સ ચૂકવવો પડશે અને રિબેટની રકમ તેના ખાતામાં જમા કરવામાં આવશે.

જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે ઘરેણાં બનાવતાં કારીગરો ઘરઘરાઉ જ્વેલરી બનાવે છે. નાના યુનિટો અત્યાર સુધી ટેક્સ દાયરામાં આવતાં નહતાં. હાલ ફિનિશ્ડ જ્વેલરીનાં વેચાણ પર એક ટકો વેટ ચૂકવવામાં આવે છે. હવે જીએસટીની જવાબદારી તો બનશે, પરંતુ એક દુકાનની બીજી બ્રાંચમાં સ્ટોક ટ્રાન્સફર પણ જીએસટી અંતર્ગત કરાવવી પડશે.

આમ, જીએસટી લાગુ થવાથી સોનાની જ્વેલરી મોંઘી થઇ શકે છે.

You might also like