જ્વેલરી પર એક્સાઈઝના પ્રશ્ને સરકારે કમિટી બનાવી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જ્વેલરી પર એક્સાઇઝ ડ્યૂટી પ્રશ્ને સમીક્ષા કરવા એક સબ કમિટી બનાવી છે. અશોક લાહિરીની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી જ્વેલરી એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે એક્સાઇઝ સંબંધિત પ્રશ્ને વિચાર-વિમર્શ કરી સરકારને એક રિપોર્ટ સોંપશે. આ કમિટીમાં પાંચ સભ્ય હશે. સરકારે આપેલા એક્સાઇઝના પ્રશ્ને વિચારણા કરવાના આશ્વાસન બાદ ગુજરાત સહિત દેશભરના જ્વેલર્સોએ હડતાળ પાછી ખેંચી હતી.

દરમિયાન જ્વેલર્સે ર માર્ચથી ૪૨ દિવસની પાડેલી હડતાળના કારણે દેશભરના જ્વેલર્સને એક અંદાજ મુજબ રૂ. એક લાખ કરોડ કરતાં પણ વધુ નુકસાન થયું હતું તથા જ્વેલરી કારીગરોને તેની સીધી અસર થઇ હતી. જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓનું કહેવું છે કે જ્વેલર્સ સરકારને એક અંદાજ મુજબ રૂ. ૩૦ હજાર કરોડ રૂપિયાના ટેક્સ સ્વરૂપે ચૂકવે છે.

You might also like