સોનાના ભાવ ઘટતાં જ્વેલરી કંપનીના શેરમાં ચમકારો

અમદાવાદ: પાછલા કેટલાક સમયથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક સમયથી જ્વેલરી કંપનીના શેરમાં સ્ટેડી મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ પાછલાં એક-બે સપ્તાહથી જ્વેલરી કંપનીના સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડના પગલે જ્વેલરી કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે પીસી જ્વેલર્સ કંપનીના શેરમાં પાછલા ત્રણ મહિનામાં ૨૪ ટકાથી વધુનો ઉછાળો જોવાયો હતો. એ જ પ્રમાણે ગીતાંજલિ જેમ્સ કંપનીના શેરમાં ૧૦૨ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જ્યારે છેલ્લા એક જ સપ્તાહમાં ઘટેલા ભાવના કારણે ટીબીઝેડ કંપનીના શેરમાં ૧૪ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોનાના ઘટેલા ભાવના કારણે જ્વેલરીનંુ વેચાણ અપેક્ષા કરતાં વધુ થાય તેવા સેન્ટિમેન્ટ પાછળ જ્વેલરી કંપનીના શેરમાં ચમકારો જોવા મળ્યો હતો, જોકે આ ચમકારો કેટલો મજબૂત છે તે અંગે આશંકા સેવાઇ રહી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલમાં આગામી દિવસોમાં બુલિયન બજાર ઉપર સીધી અસર જોવાઇ શકે છે તેવી આશંકા પણ શેરબજારના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

You might also like