જ્વેલરી સેક્ટરમાં એક્સાઈઝની રાહત GST લાગે ત્યાં સુધી જ!

મુંબઇ: કેન્દ્ર સરકારે તાજેતરમાં જ્વેલરી સેક્ટરને એક્સાઇઝમાં રાહત આપવા સંબંધી કેટલીક જાહેરાતો કરી છે, જોકે આ રાહતની જાહેરાતો ખૂબ જ ટૂંકા સમયગાળાની બની શકે છે. જ્વેલરી સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટી લાગુ થયા બાદ સમગ્ર ટેક્સ માળખું ધરમૂળથી બદલાઇ જશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનાથી ૪૨ દિવસની સમગ્ર દેશમાં હડતાળ પાડી હતી, જોકે પાછળથી સમાધાનની પ્રક્રિયાના ભાગરૂપે એક ઉચ્ચ સ્તરની કમિટી બનાવી હતી.

જ્વેલરીના કહેવા પ્રમાણે સરકારની આ રાહતની જાહેરાતો ખૂબ જ ટૂંકા સમયગાળાની બની શકે છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઇ શકે છે ત્યારે અન્ય સેક્ટરમાં ટેક્સ માળખામાં આવનારા બદલાવની સાથેસાથે જ્વેલરી સેક્ટરના ટેક્સ માળખામાં પણ બદલાવ થશે, જે સેક્ટરના કારોબારીઓ માટે મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે.

You might also like