જ્વેલરી બજારમાં દિવાળી અને ક્રિસમસના નવા ઓર્ડરનો અભાવ

અમદાવાદ: સ્થાનિક બજારમાં સોનું ૩૧,૩૦૦ની સપાટીએ પહોંચી ગયું છે. છેલ્લાં બે સપ્તાહથી સોનાના ભાવ ૩૧,૦૦૦ની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. ઊંચા ભાવને કારણે ઘરાકી પર સીધી અસર જોવા મળી છે. નવી ઘરાકીનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઊંચા ભાવ તો બીજી બાજુ મોંઘવારી તથા સરકારના પાનકાર્ડના નિયમના કારણે નવી ઘરાકી પર સીધી અસર જોવા મળી છે. આ વખતે દિવાળી તથા ક્રિસમસના નવા ઓર્ડરોનો પણ બજારમાં અભાવ વરતાઇ રહ્યો છે. જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે દિવાળી તથા ક્રિસમસના નવા ઓર્ડરો ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં અપાઇ જતા હોય છે, પરંતુ આ વખતે તેની કોઇ મૂવમેન્ટ જોવા મળી નથી.

You might also like