જ્વેલરી કંપનીના શેરમાં ચમકારોઃ ત્રણ મહિનામાં ૪૦ ટકા સુધીનો ઉછાળો

સોના અને ચાંદીના ઘટેલા ભાવના કારણે જ્વેલરીના અપેક્ષા કરતાં ઊંચા વેચાણને પગલે જ્વેલરી કંપનીના શેરમાં પણ ઉછાળો નોંધાયો છે. પાછલા ત્રણ મહિનામાં જ્વેલરી કંપનીના શેરમાં ૪૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આજે અખાત્રીજ છે ત્યારે આજે પણ વેચાણ ઊંચું રહેવાની આશા જ્વેલર્સ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. નોંધનીય છે કે પાછલા એક મહિનામાં ડાયમંડ અને જ્વેલરી કંપનીઓના ઇન્ડેક્સમાં સાત ટકાનો સુધારો આ‍વ્યો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિનામાં ટીબીઝેડ કંપનીનાે શેર ૪૦ ટકા ઊછળ્યો હતો. એ જ પ્રમાણે થંગામાઇલ જ્વેલર્સ કંપનીના શેરમાં ૨૬ ટકાનો સુધારો જોવાયો હતો, જેની સામે ત્રણ મહિનામાં સેન્સેક્સ ૭.૭૦ ટકા જ વધ્યો છે. બીજી બાજુ વૈશ્વિક મોરચે પણ જ્વેલરીની માગ વધવાની અપેક્ષા છે. કંપનીઓની બેલેન્સશીટમાં પણ તેની સકારાત્મક અસર જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ જ્વેલરી કંપનીના શેરમાં ચમકારો નોંધાયો હતો. આ કંપનીના શેરમાં રોકાણકારોને રિટર્ન મળતાં નીચા મથાળે ખરીદીના પગલે પણ જ્વેલરી કંપનીના શેરને સપોર્ટ મળ્યો છે.

જ્વેલરી કંપનીના શેર ત્રણ મહિનામાં ઊછળ્યા
પીસી જ્વેલર્સ ૮.૮૪ ટકા
ટીબીઝેડ ૪૦.૭૪ ટકા
થંગામાલઈ જ્વેલર્સ ૨૬.૫૮ ટકા
તારા જ્વેલર્સ ૪.૪૧ ટકા
ગીતાંજલિ જેમ્સ ૩.૦૪ ટકા
રાજેશ એક્સપોર્ટ ૨૧.૬૨ ટકા
રેનૈશાં જ્વેલરી ૧૯.૨૬ ટકા
http://sambhaavnews.com/

You might also like