૨૦૧૭થી ૨૨, ૧૮, ૧૪ કેરેટની જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત

મુંબઇ:  આગામી વર્ષથી ૨૨, ૧૮ અને ૧૪ કેરેટની જ્વેલરીમાં હોલમાર્કિંગ કરવાનું ફરજિયાત રહેશે. કેન્દ્રના કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતા બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ-બીઆઇએસએ જાન્યુઆરીથી ત્રણ શ્રેણીની જ્વેલરી એટલે કે ૨૨, ૧૮ અને ૧૪ કેરેટની જ્વેલરી પર હોલમાર્કિંગ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટના આ નિર્ણયના પગલે જ્વેલર્સની મુશ્કેલીઓ વધી શકે છે. તેઓના કહેવા પ્રમાણે હાલ અસંગઠિત ક્ષેત્રમાં મોટો જ્વેલરીનો કારોબાર જોવા મળી રહ્યો છે અને હાલ મોટા ભાગના જ્વેલર્સ હોલમાર્કિંગ વગરના દાગીના વેચી રહ્યા છે ત્યારે આ નિર્ણય તેઓના કારોબારને અસર કરશે.

જોકે બીઆઇએસના જણાવ્યા પ્રમાણે આ કેરેટ સિવાયની અન્ય જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત રહેશે નહીં. નોંધનીય છે કે આ ત્રણ કેરેટ સિવાયની ઓછામાં ઓછી સાત અન્ય કેરેટની શ્રેણીઓમાં પણ જ્વેલર્સ જ્વેલરી વેચી રહ્યા છે. મોટા ભાગના જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની જ્વેલરી વેચે છે જેને કારણે ગ્રાહકોને પણ આ જ્વેલરીની વિશ્વસનીયતા અંગે પ્રશ્ન ઊભા થાય છે.
http://sambhaavnews.com/

You might also like