પાન નંબર ફરજિયાત કરાતાં જ્વેલર્સનો વિરોધ

અમદાવાદ: દેશમાં કાળાં નાણાંનો વ્યાપ વધી રહ્યો છે. તથા આ નાણાંના ઉપયોગ લકઝુરિયસ ચીજવસ્તુઓ તથા કિંમતી ધાતુઓની ખરીદી પાછળ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કાળાં નાણાંના ઉપયોગ સામે અંકુશ મૂકવા સરકાર આગામી ૧લી જાન્યુઆરી ૨૦૧૬થી રૂ. બે લાખ કે બે લાખથી વધુની રોકડ રકમના નાણાકીય વ્યવહાર માટે પાન કાર્ડ નંબર આપવાનો નિયમ બનાવ્યો છે. જેનો જ્વેલર્સ વિરોધ કરી રહ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે સરકારના આ નિયમથી તેઓના કારોબારને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ પાંચ લાખ રૂપિયાના રોકડ નાણાકીય વ્યવહાર પર પાન નંબરની જાણકારી આપવાનો નિયમ છે.

સ્થાનિક જ્વેલર્સનું કહેવું છે કે તેઓના કુલ કારાેબારમાં ૪૦થી ૫૦ ટકા કારોબાર ગ્રામીણ વિસ્તારનો છે. આ વિસ્તારમાંથી આવતા ગ્રાહકોમાંથી મોટાભાગના ગ્રાહકો ખરીદી સમયે મોટી માત્રામાં રોકડ જ્વેલરીની ખરીદી થાય છે. આવા વખતે રૂ. બે લાખ કે તેથી વધુની રકમની રોકડામાં જ્વેલર્સની ખરીદી સમયે પાન નંબર આપવો સરકાર દ્વારા ફરજિયાત કરાતાં જ્વેલર્સના કારોબારને સીધી અસર થશે. તેવી શક્યતા સ્થાનિક જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે.

You might also like