જ્વેલર્સ હડતાળઃ પગારની તારીખ નજીક આવતાં કર્મચારીઓની ધડકન વધી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા જ્વેલરી ઉપર એક ટકા એક્સાઈઝ ડ્યૂટી નાખવાની દરખાસ્તના પગલે રાજ્ય સહિત દેશના તમામ જ્વેલર્સ પાછલા સળંગ વીસ દિવસથી હડતાળ ઉપર છે. શહેરના જ્વેલર્સોનો માર્ચ મહિનો કારોબાર વગરનો રહ્યો છે. માર્ચ મહિનો પૂરો થવાના આડે હવે માત્ર ૧૦ દિવસ બાકી છે. પગાર તારીખ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ જ્વેલર્સ અને કર્મચારી બંનેની ધડકન વધી જાય છે. કર્મચારીઓમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે કે આ વખતે પગારનું શું? તારીખ પ્રમાણે સમયસર થશે કે કેમ? તો બીજી બાજુ જ્વેલર્સને ચિંતા સતાવી રહી છે કે માર્ચના ૨૦ દિવસ ગયા, કાંઈ કમાયા નથી અને પગાર તારીખ નજીક આવી રહી છે. આમ, માર્ચ એન્ડિંગ જ્વેલર્સ અને કર્મચારી બનેની ધડકન વધારી રહ્યું છે.

You might also like