ભાદરવા મહિનામાં જ્વેલરી બજારમાં ઘરાકીનો અભાવ

અમદાવાદ: ઊંચા ભાવ છતાં શ્રાવણ મહિનામાં સ્થાનિક જ્વેલરી બજારમાં ધીમી ઘરાકી નીકળી હતી, પરંતુ ભાદરવા મહિનાની શરૂઆત થતાંની સાથે નવી ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે.  સ્થાનિક જ્વેલરી બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી આસો મહિનામાં ઘરાકી નીકળવાની આશા છે.

વેપારીઓના કહેવા પ્રમાણે આ વખતે દેશભરના મોટા ભાગનાં રાજ્યમાં વરસાદ સારો છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારના સાતમા પગારપંચના અમલીકરણના કારણે બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી જોવાઇ શકે છે, જેના પગલે આગામી નવરાત્રિ અને દશેરા તથા દિવાળીના દિવસોમાં ઘરાકી વધવાની આશા છે.

તહેવારોમાં સોનાની આયાત વધવાની આશા
ગણેશ ચતુર્થી, ઓણમ અને નવરાત્રિ-દશેરા બાદ દિવાળીના તહેવારોને લઇને દેશમાં સોનાની માગમાં વધારો થવાની આશા છે. જુલાઇ મહિનામાં ૨૦ ટન સોનાની આયાત સામે ઓગસ્ટમાં ઊંચી આયાત થવાનું અનુમાન છે. એટલું જ નહીં જુલાઇ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં ૩૫થી ૪૦ ટન આયાત થવાની આશા છે.

You might also like