જ્વેલર્સની હડતાળના પગલે આંગડિયા સહિત અન્ય બજારમાં કારોબાર ઘટ્યો

અમદાવાદ: શહેરમાં પાછલા એક મહિનાથી જ્વેલર્સ હડતાળ પર છે. અનિશ્ચિત મુદતની આ હડતાળ હવે ક્યારે સમેટાશે તે જ્વેલરી બજારને મૂંઝવતો પ્રશ્ન છે. શહેરના જ્વેલરી બજારને રોજનું હડતાળના પગલે ૨૫૦થી ૩૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે.  જ્વેલરી મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, સેમિહોલસેલર્સ, ટ્રેડર્સ સહિત બુલિયનના કારોબારને પણ તેનાથી માઠી અસર પહોંચી છે. શહેરના જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના કહેવા પ્રમાણે એક મહિનાની હડતાળને પગલે જ્વેલરી કારોબારને એક અંદાજ મુજબ ૧૦ હજાર કરોડથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. એટલું જ નહીં જ્વેલર્સની હડતાળને પગલે આંગડિયા બજારનાં કામકાજને પણ ભારે અસર થઇ છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે માણેકચોકના આંગડિયા બજારના કામકાજમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે શહેર સહિત રાજ્યભરમાંથી એક અંદાજ મુજબ ૪૦થી ૫૦ ટકા જ્વેલરી દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે.

ખાણીપીણીના ધંધા પણ ઠંડા
એક મહિનાની હડતાળને પગલે માણેકચોકના ખાણીપીણીના ધંધા પણ ઠંડા પડી ગયા છે. વેપારીઓના કહેવા પ્રમાણે હડતાળને કારણે ખાણીપીણીના કારોબારને ૪૦થી ૫૦ ટકા અસર પહોંચી છે

You might also like