જ્વેલરની આંખમાં મરચાંની ભૂકી નાખી ૧૧.૭૦ લાખના દાગીનાની લૂંટ

અમદાવાદ: શહેરનો હાલ યુપી-‌િબહાર જેવો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચોરી, લૂંટ, હત્યા જેવા ગંભીર પ્રકારના ગુના હવે ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં મોડી રાતે ૧૧.૭૦ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇને ઘરે જઇ રહેલા સોનીની આંખમાં મરચું નાખીને ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી છે. સોની એ‌િકટવા લઇને જતા હતા ત્યારે તેમની રાહ જોઇને ઊભેલા ત્રણ શખ્સોએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.

નારોલ વિસ્તારમાં આવેલ રીષીત રે‌િસડન્સીમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વિક્રમભાઇ સોનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે. વિક્રમભાઇ મૂળ રાજસ્થાનના ‌િસરોહી ‌િજલ્લાના વતની છે અને છેલ્લાં આઠ વર્ષથી નારોલમાં તેમના પરિવાર સાથે રહે છે. વિક્રમભાઇની નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન આવેલી છે.

વિક્રમભાઇ જ્વેલર્સની દુકાનમાં સેફ લોકર નહીં હોવાથી દરરોજ રાતે દુકાન બંધ કરીને તમામ સોના- ચાંદીના દાગીના એક થેલામાં ભરીને તે ઘરે લાવે છે. વિક્રમભાઇએ ચાર દિવસ પહેલા તેમની દુકાન પર દીપક કોલી નામના રાજસ્થાની યુવકને નોકરી પર રાખ્યો હતો. ગઇ કાલે રાતે ૬.ર૦ લાખ રૂપિયાનું ૩૧૦ ગ્રામ સોનાના દાગીના અને પ.પ૦ લાખ રૂપિયાનું રર કિલો ચાંદી એક થેલામાં મૂકીને વિક્રમભાઇ અને દીપક ઘર તરફ જતા હતા ત્યારે તેમને લૂંટી લેવામાં આવ્યા હતા.

વિક્રમભાઇ એ‌િકટવા લઇને ઘરે જતાં તેમની પાછળની સીટ પર દીપક બેઠો હતો અને દાગીના ભરેલી બેગ વિક્રમભાઇએ બે પગની વચ્ચે મૂકી હતી. બન્ને જણા અંદા‌િજત ૪૦થી પ૦ની સ્પીડ પર ઘરે જતા તે સમયે નારોલના નંદનવન ફ્લેટ પાસે આવેલ ત્રણ રસ્તા પર બાઇક લઇને ઊભેલા ત્રણ યુવકોએ તેમની આંખમાં મરચાંની ભૂકી નાખીને ૧૧.૭૦ લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

જે રીતે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે તે રીતે એ વાત સ્પષ્ટ થાય છે કે વિક્રમભાઇ દાગીના ભરેલી બેગ લઇને રોજ તેમના ઘરે જાય છે તેની જાણ લૂંટારુઓને ખબર છે. લૂંટારુઓ વિક્રમભાઇની રાહ જોઇને પહેલાંથી નંદનવન ફ્લેટ પાસે ઊભા હતા. ત્રણ પૈકી એક લૂંટારુએ તેના હાથમાં મરચાંની ભૂકી રાખી હતી અને વિક્રમભાઇ ત્યાંથી પસાર થયા ત્યારે લૂંટારુ યુવક તેમના એ‌િક્ટવા પાસે દોડી ગયો હતો અને મરચાંની ભૂકી તેમની આંખમાં નાખી હતી. મરચું વિક્રમભાઇના આંખમાં જતાં તેમણે ‌િસ્ટય‌િરંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે દીપક સાથે જમીન પર પટકાયા હતા. જમીન પર પડતાંની સાથે જ લૂંટારુઓ તેમનો સોના-ચાંદી દાગીનાથી ભરેલો થેલો લઇને નાસી ગયા હતા.

વિક્રમભાઇની આંખમાં ઓછું મરચું પડતાં તે ઊભા થઇ ગયા હતા જ્યારે દીપકની આંખમાં વધુ મરચું પડતાં તે જમીન પર તરફ‌િડયાં મારતો હતો. પલ્સર બાઇક લઇને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આવેલા ત્રણેય લૂંટારુઓ દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. મોડી રાતે ઘટેલી આ ઘટનાની જાણ નારોલ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

લૂંટારુઓને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ લેવાનો પ્રયત્ન કર્યો છે. વિક્રમભાઇએ આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટારુ ટોળકીઓને પહેલાંથી ખબર હતી કે વિક્રમભાઇ સોના-ચાંદીના દાગીના લઇને રોજ ઘરે જાય છે એટલે છેલ્લા કેટલાય દિવસથી તે રેકી કરતા હતા.

વિક્રમભાઇએ ઘટના મામલે જણાવ્યું છે કે જ્યારે લૂંટારુઓએ મારી આંખમાં મરચાંની ભૂકી નાખી તો હું અને દીપક જમીન પર પડી ગયા હતા. લૂંટારુઓએ તરત જ દાગીના ભરેલો થેલો લઇને જતા રહ્યા હતા ત્યારે મેં બચાવો બચાવો લૂંટ થઇ છેની બૂમો પાડી, પરંતુ કોઇ મદદ માટે આવ્યું નહીં. લૂંટ થઇ ત્યારે ચાર-પાંચ બાઇકચાલકો ત્યાંથી પસાર થયા હતા. મેં તમામ પાસે હાથ જોડીને મદદ માગી કે તેમનો પીછો કરો, પરંતુ કોઇ વાહનચાલકે મને મદદ કરી નહીં અને જતા રહ્યા.

You might also like