જેતપુર મગફળી કૌભાંડ મામલો, રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પરેશ ધાનાણીના ધરણા

જેતપુર મગફળી કૌભાંડને લઈને ધમાસાણ મચી ગયું છે. ત્યારે સમગ્ર કૌભાંડને લઈને કોંગ્રેસ ધરણા પર ઉતરી આવી છે.. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણાનો આજે ચોથો દિવસ છે. ત્યારે રાજકોટ જુની માર્કેશટગ યાર્ડ ખાતે આજે પરેશ ધારાણી સાથે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા કરશે.

પરેશ ધારાણીએ તો આ સમગ્ર કૌભાંડના તાર મુખ્યમંત્રી ઓફિસ સુધી જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ એવો પણ આક્ષેપ લગાવ્યો કે, જે લોકોને પકડવામાં આવ્યા છે તમામ પાયદડીયા છે.. જ્યારે મોટા માથાંઓ તો હજુ હાથમાં જ નથી આવ્યાં.

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 11 આરોપીના 10 દિવસના રિમાન્ડ અને બાકીના આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે આ રિમાન્ડ દરમિયાન પણ અનેક માથાઓના નામ બહાર આવે તેવી સંભાવના છે.

You might also like