ગુસ્સે થયેલા પાકિસ્તાને સિયાચિન પાસે ઉડાયું જેટ ફાઇટર્સ, ભારતે નકાર્યું

નવી દિલ્હી: ભારતીય સેનાએ મંગળવારે વીડિયો રજૂ કરીને નૌશેરામાં પાકિસ્તાનની સેનાની ચોકીનો નાશ કરી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાને આવી કોઇ પણ ઘટનાની ના પાડી હતી. તો બીજી બાજુ બુધવારે પાકિસ્તાન વાયુસેનાના જેટ ફાઇટર્સએ સિયાચિન પાસ ઉડાન ભરી છે. પાકિસ્તાન મીડિયોએ દાવો કર્યો છે કે બેસના નિરીક્ષણ માટે જેટ ફાઇટર્સએ ઉડાન ભરી દીધી છે.


તો બીજી બાજુ પાકિસ્તાનના દાવાએ ભારતીય સેનાએ નકારી દીધો છે. ભારતીય સેનાએ કહ્યું કે સિયાચીનમાં ભારતીય સીમામાં પાકિસ્તાનના લડાકૂ વિમાન ઉડ્યા નથી.

જાણવા મળી રહ્યું છે કે સિયાચીનની પાસે સ્કર્દૂમાં પાકિસ્તાની વિમાનોએ ઉડાન ભરી છે. સ્કર્દૂ પાકિસ્તાનનો સરહદ પાસેનો વિસ્તાર છે. પાકિસ્તાની વાયુ સેના અધ્યક્ષ સોહેલ આમેનએ પણ બુધવારે સ્કર્દૂની મુલાકાત કરી હતી. આમેનએ ત્યાં ઘણા ઓફિસરો સાથે વાતચીત પણ કરી અને જાતે જ મિરાજ જેટને ઉડાયું.

ઓફિસરો સાથે વાતચીત દરમિયાન સોહેલ અમાનએ કહ્યું કે ભારતની કોઇ પણ કાર્યવાહીનો પાકિસ્તાન જવાબ આપવા માટે તૈયાર છે અને અમારો જવાબ ભારતની આવનારી પેઢીઓને યાદ રહેશે.

http://sambhaavnews.com/

You might also like