જેટ એરવેઝના પ્લેનનો સંપર્ક તૂટ્યો, જર્મનીએ મોકલ્યા ફાઇટર પ્લેન

નવી દિલ્લી: મુંબઈથી લંડન જઈ રહેલા જેટ એરવેઝનું એક વિમાન મોટી દુર્ઘટના થવાથી બચી ગયું. જર્મનીના વિમાન ક્ષેત્રમાં આ વિમાનનો સંપર્ક એર ટ્રાફિક કંટ્રોલથી તૂટી ગયો હતો, જ્યાર બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા જર્મનીએ પોતાના ફાઇટર પ્લેન રવાના કરી દીધા હતા. આ દુર્ઘટના ગુરુવારની જણાવવમાં આવી રહી છે. જેટ એરવેઝના આ વિમાનમાં 300થી વધુ લોકો સવાર હતા.

એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કપાયા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખતા જેટ એરવેજના આ બોઇંગ 777 વિમાનની સુરક્ષા માટે બે ફાઇટર પ્લેન મોકલવામાં આવ્યા હતા. જોકે, પછીથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

જેટ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું કે જેટ એરવેજનું વિમાન બોઇંગ 777-300 ફ્લાઇટ નં. 9 ડબલ્યુ-118ને ગઈ 16 ફેબ્રૂઆરીએ મુંબઈથી લંડનની યાત્રાએ મોકલવામાં આવ્યું હતું. વિમાનમાં 330 મુસાફરો સવાર હતા અને ક્રૂ મેમ્બરના 15 સભ્યો હતા. જ્યારે આ ફ્લાઇટ જર્મની ઉપરથી જઈ રહ્યું હતું ત્યારે કેટલાક સમય માટે તેનો સંપર્ક તૂટી ગયો હતો. એટીસીનો સંપર્ક તૂટ્યા બાદ જર્મનીએ બે યૂરો ફાઇટર લડાકૂ વિમાનોને રસ્તો રોકવા માટે રવાના કરી દેવાયા હતા.

You might also like