5 વાર લગ્ન માટે પ્રપોઝ કરાયો પોપ સ્ટાર જેનિફર લોપેજને

લોસ એન્જેલસ: સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેજે જણાવ્યું કે તેને 5 વાર પ્રપોઝ કરવામાં આવ્યું છે. વેબસાઇટ ‘મિરર ડોટ કો ડોટ યૂકે’ની રિપોર્ટ અનુસાર, જેનિફર(46) 6ણ લગ્ન કરી ચૂકી છે. તેનું કહેવું છે કે તેની સામે બીજા બે પ્રપેજલ રાખવામાં આવ્યા છે.

જેનિફરે નવેમ્બર 2002માં મશહૂર એક્ટર બેન એફ્લેક સાથે પણ સગાઇ કરી હતી, પરંતુ તેમને 2003માં તેના લગ્નને મોકૂફ રાખ્યા હતાં અને જાન્યુઆરી 2004માં એકબીજાથી અલગ થઇ ગયા હતાં. જેનિફરનું કહેવું છે કે તે તેના દરેક પ્રપોઝલને ઘણા પ્રેમથી યાદ કરે છે.

‘ધ લેટ લેટ શો’ના કારપૂલ કરાઓકેના સેક્શનમાં જેનિફરે હોસ્ટ જેમ્સ કોર્ડનને કરહ્યું હતું કે, ‘મને અમુક જોરદાર પ્રપોઝલ મળ્યા હતાં. હું તેમની એકબીજા સાથે તુલના કરવા માંગતી નથી. તેઓ સુંદર હતા’.

જેનિફરે કહ્યું હતું કે, ‘ અમુક લોકોએ મને લગ્ન માટે પ્રપોધ કર્યો હતો અને જવાબમાં મે ના પાડી. મે ત્રણ લગ્ન કર્યા છે અને મને પાંચ વાર પ્રપોઝ કરવામાં આવ્યું છે.

You might also like