BJPનો પ્રચંડ પ્રચારઃ સ્મૃતિ ઈરાની, જીતુ વાઘાણી, રૂપાણી સભાઓ ગજવશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે તમામ પક્ષો ધોતિયું ઝભ્ભો લઈને પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી મતદારોને આકર્ષવા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે અને તેઓ જંગી જાહેરસભાઓ ગજવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. રૂપાણી વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. રાજકોટમાં સાંજે યોજાનાર મહિલા સંમેલનમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરશે. ગ્રામ્ય બેઠક પર જીતુ વાઘાણી રોડ શો કરશે. સાંજના સમયે જીતુ વાઘાણી મોદીના પ્રવાસ અંગે પત્રકાર પરિષદ યોજશે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સુરતમાં ચૂંટણીપ્રચાર કરશે. સાંજના સમયે જાહેરસભા સંબોધશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બોટાદના લાઠી અને ગઢડા બેઠકોના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. તેઓ ગઢડામાં પણ જાહેરસભાને સંબોધશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ સુરતમાં પ્રચાર કરવા આવવાના છે. ઉલ્લેખનીય છે કે દિગ્ગજ નેતાઓના પ્રચાર બાદ એકવાર ફરીથી રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે અને જોરદાર પ્રચાર તથા રોડ શો કરશે.

You might also like